દુઃખને સતત વળગી કદી હળવું ના થવાય
હળવાશ યાદોમા ભરી ને હસતું જવાય
ઉડતી હવાના બુંદને પરપોટો કહો મા
ટીપા સતત પડતા તળાવો કેવા ભરાય
પ્રતિબિંબ સાચૂ આયનો જોવાથી જણાય
ને ખુદને અડવા કાચનું ઘર નડતું કળાય
પગલા મહી પગલા ભરો તો મારગ સરળ છે
અંતિમ પ્રવાસે એકલા એ પગલા પડાય
છલકાય છે એ જ્ઞાન પણ,અધુરપના ઘડામાં
મજધારની એ મૌજ તટ પર ધીમી જણાય
કાવ્યો ગઝલ એમ જ લખો તો ચાલે કદી ના
સમજાય ભાવકને, કલા એ સાચી ગણાય
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply