દોસ્ત પૂછે,
દોસ્તીની વ્યાખ્યા શું?…
લાગે જ્યારે એકલતા
તું આવે યાદ આવે છે,
કારણ તું દોસ્ત છે.
મનનો કોઈ ભાર વધે
અને તારો ખભો યાદ આવે,
કારણ તું દોસ્ત છે.
છુપાવી રાખેલી સઘળી વાતો
કહેવા તને, મન ઉત્સુક બને,
કારણ તું દોસ્ત છે.
દોસ્ત પૂછે દોસ્તીની સીમારેખા શું?
ભરોષો કદીના તોડવો
ભલે ખોવી પડે દોસ્તીને,
કારણ તું દોસ્ત છે.
ના પ્રેમમાં બાંધવી દોસ્તીને
પ્રેમ કરતા તું આગળ છે
કારણ તું દોસ્ત છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply