હ્રદયના સમંદરમાં ઉતરી જુઓ,
તમારૂ જ ઘર છે તપાસી જુઓ.
પછી સ્વર્ગમાંથી પરત નહિ ફરો,
શરાબે મહોબ્બત જરા પી જુઓ.
નિશાની મીટાવી આ દેશે જગત,
કુટેવી નગરમાં તો મહેકી જુઓ!
બજારો,ઘરો,બંધ થઈ જાય છે,
સડક પર અહીં કોઈ દોડી જુઓ.
અહીં તૂટવા લાગશે ઝૂંપડી ,
નગરમાં ઇમારત બનાવી જુઓ.
અમારા નહીં તો તમારા બનો,
નજર તન ઉપર ક્યાંક નાખી જુઓ.
ઘરેઘર ખબર થઈ જશે કર્મની,
તમે જાત બાળીને વરતી જુઓ.
સરકતા ઓ’ સિદ્દીક’ બધા થઇ જશે,
મદર્થે જો સહકાર માંગી જુઓ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply