દીપાવલીમાં દીપ સંગાથે કોઈનું ઘર અજવાળજો.
એકલતામાં અથડાતા કોઈ જીવનું દુઃખ ભગાડજો.
એક દીવો ઓછો જલે નાં પડશે ફરક દિવાળીને,
ભૂખ્યા ઘરનો ઠંડો તમે ચૂલો જરૂર જલાવજો.
ભલેને રહેતું આંગણ ખાલી રંગોળીના રંગ વિના
ભાગ્યાં તૂટ્યા મકાન માથે છત તમે સમારાવજો.
ફૂલઝડીના ઝરતા ફૂલો ના દેશે સંગત ઝાઝી
ઉઝરડા ભરેલ આંખોમાં સ્મિત જઈ લહેરાવજો.
અંગત સ્વજન, ઘર કુટુંબથી, આગળ વઘીને,
વિશ્વમાનવ બનવાનું સ્વપ્ન, સાર્થક બનાવજો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply