દિવાળી આવીને ચાલી ગઈ સાથે નવી જૂની કેટલી યાદો ઉલેચતી ગઈ
છજી છાજલા ચોખ્ખા કરતા એક પતરાની જૂની પેટી હાથ લાગી
સમય ની ખોટ હતી તેથી બહાર થી ઝાપટી એક ખુણામાં સાચવીને મૂકી
હાશ ! આજે હવે એકલતા છે લાવ પેલી પેટી ખોલું તેમાં ભરેલું ઢંઢોળુ
ખોલતા ફેલાઈ એક જૂની પુરાણી વાસ એક દબાએલી મોગરાની સુવાસ
હાથે ચડી જૂની થયેલી કેટલાક રંગબેરંગી કાગળો ની થપ્પી
એક રૂમાલ અને ખૂણે ચિત્રાએલું નામ “રાધેશ્યામ “
હવે હું સમજી ગઈ કે “કોઈ નશીલી સાંજે આજે પણ
ક્યારેક મારા નામ ને બદલે એ મને રાધે કહી કેમ બોલાવે છે “
મેં પેલી પેટી યથાવત સ્થાને પાછી ગોઠવી દીધી મારા શ્યામની મૂર્તિ ખંડિત થાય તે પહેલા ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply