પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે…
અંધારા આતમના તોડી,પ્રગટાવો અંદરની જ્યોતિ
અમારે ગોકુલ મથુરા ઘેર,વ્હાલાની મુરત છે મોટી
આંગણ ચંપો ચમેલી કેળ અમે તો મઘમઘવાનાં રે
કોડીયે પૂરજો ચોખ્ખા ઘી અમે તો ઝળહળવાના રે …
સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ
પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ
માથે પરણ્યા કેરા નેહ અમે તો શરમાવાનાં રે
મેડીએ ચંદરવો બંધાવો ,અમે તો ઝળહળવાનાં રે.
પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply