દિલમાં આ વળી નવું શું હળવું હળવું થાય છે.
આથમવા ટાણે મનમાં કશુંક ઉગતું જાય છે.
ધરતી ફાડી પીળા ચટ્ટ ફૂલો કંઈ ખીલી ઉઠયા.
હરખ પદુડા શૈશવનું પગલું અહી સંભળાય છે.
એવી તો આ કઈ કરામત, વાતવાતમાં થઇ ગઈ,
ખુલ્લી આંખે સપનાઓ, લો કેવા ગીતો ગાય છે.
રાખ્યા’તા ખોડી કદમ જે લપસણી ભૂમિ ઉપર
સાવ ખરબચડી ધરા ઉપર હવે કાં લપસાય છે.
મનગમતા હૈયાને અહી બહુ કલાપુર્વક મળાય છે
છે બદનામીની ચાદર મેલી, નાં એને ઘોવાય છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply