દિલ થી વધાવી લે અગર થોડી-ઘણી,
તો વાત ની થાશે અસર થોડી-ઘણી.
સંભાવના મેં સોળ આના ની કરી,
ને ખીલવી છે પાનખર થોડી-ઘણી.
સાર્થક થયું પીડા નું હોવું આખરે,
એ છે તો છે મારી કદર થોડી-ઘણી.
અંતે ખુશી એ ખુશ થઈ આપ્યું વચન,
એ આવશે અવસર ઉપર થોડી-ઘણી.
મેં વાત ને વ્હેતી કરી કાગળ ઉપર,
તો પી ગઈ તરસી નજર થોડી-ઘણી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply