ધીરતા ધારી જુઓ !
કાં પછી હારી જુઓ !
ચીતરો ચૈતર અને,
ટેરવાં ઠારી જુઓ !
શૂન્યની કિંમત થશે,
એક. . અવતારી જુઓ !
લ્યો, કલમ, કાગળ પછી,
જાત વિસ્તારી જુઓ !
એક વૈરાગી ક્ષણે,
જીવ શણગારી જુઓ !
કોણ છું ? ના પ્રશ્નથી,
ખુદ્દને પડકારી જુઓ !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply