એ આવી ધમાધમ વરસી ગયો,
અને કોરી ધરાને સ્પર્શી ગયો.
આજ લાગી જે ઉડાઉડ કરતી
એ માટીને ઠાવકી કરી ગયો.
જે સ્પર્શ ગંધથી અજાણ હતી,
મહી મીઠી સુગંધ એ ભરી ગયો.
જેવો આવ્યો એવો વહ્યો ગયો
પણ ધરા મહી ગર્ભ ધરી ગયો.
ભૂખરા એકલવાયા રંગ મહી
લીલુડી કુંપણને ભેરવી ગયો.
એ આવી ધમાધમ વરસી ગયો…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply