દાવ હવે બસ મારો છે, તું અટકળ કરવી છોડી દે !
શબ્દ તણો સધિયારો છે, તું અટકળ કરવી છોડી દે !
સાચી છે પણ કડવી છે મારી એવી વાતો સાથે,
આંખોમાં અણસારો છે, તું અટકળ કરવી છોડી દે !
કોરા કાગળની ભીતર મેં કેદ-સમય જે રાખ્યો એ –
મૃગજળ નહિં ધબકારો છે, તું અટકળ કરવી છોડી દે !
તરણાં ઓથે ડુંગર છે ને ડુંગર માં દવ લાગ્યો છે,
એ ખાલી વરતારો છે, તું અટકળ કરવી છોડી દે !
ખાલીપો આંજીને ખાલી પીડાની ચાહત નો મેં,
આપ્યો એક ઈશારો છે, તું અટકળ કરવી છોડી દે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply