શહેરની આંખોમાં અંધારું થયું,
આપણી વાતોમાં અંધારું થયું.
ચાંદ લઇ જા તારી દુનિયામાં મને,
આજના શાહોમાં અંધારું થયું.
ક્યાં મહેક લઇને મળે છે પૂષ્પ સૌ,
પ્યારના ફૂલોમાં અંધારું થયું.
આ સમય છે સત્યની વાતો ન થાય,
લાગ્યું કાનોમાં અંધારું થયું.
હું વિકસવા સૌના દિવા લઇ ગયો,
જોયું તો ખાનોમાં અંધારૂં થયું.
ક્યાં અમે ‘સિદ્દીક’ જઇ રહ્યા છીએ?
કેટલું રાહોમાં અંધારું થયું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply