દાદ એકાંતને હું આપું છું.
મૂડી ભીતરની બસ વધારું છું.
માત્ર ઝરણું થઇને મ્હાલું છું.
મન મુજબ ક્યાં વહેણ વાળું છું ?
સૂર્ય જેવા સમયની સામે તો,
હું મને ગુલમહોર માનું છું.
જળકમળવત્ થવું નથી સહેલું,
ના કે હા નો પ્રભાવ ખાળું છું.
મૂળ મારી તરસના ઊંડા છે,
એટલે આ પરબ હું માંડુ છું.
હાથ ખાલી છે નો નથી અફસોસ,
હું હ્રદયને ભરેલું રાખું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply