ગઝલમાં તુ પેદા નવી જાન કર,
હ્રદયને કદી તો પરેશાન કર.
બહારોની મોસમ ફરી આવશે,
મહોબ્બતનું, આંખોમાં સન્માન કર.
ગણાઈ જશે પસ્તીમા હરગઝલ,
ઉતાવળ કરીને ન દિવાન કર
દયા, પ્રેમ, સત્ય, અહિંસાથી ખુદ,
પશુ જેવા માનવને ઈન્સાન કર.
અહિં પૈસે પૈસે સુખી છે નગર,
મહોબ્બતના શબ્દોનું તુ દાન કર.
નવી કોઇ કેડીને કંડારવા,
કદી મનની સાથે સમાધાન કર.
સ્વભાવોથી ‘સિદ્દીક’ આ શીખવા મળ્યું,
ગમે તે રીતે જગનું નુકશાન કર.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply