હું અફાટ રણ
ના હીરા મોતીની જરૂર મને,
ભરબપોરે અમસ્તુ ચમકી ઉઠું…
ના નદી નાળાની જરૂર મને,
મૃગજળ થકી દુરથી છલકી ઉઠું..
હું અફાટ રણ…
ના ફૂલોના શોખ કાયમ મને.
કાટાળાં થોર વડે ચોમેર સજી ઉઠું..
ના હાથી ઘોડાની સાહ્યબી મને,
વાંકાળા ઊંટડે ધમધમી ઉઠું..
હું અફાટ રણ….
ના મહેલ બંગલાની આદત મને,
પથ્થરિયા રહેઠાણે હું શ્વસી ઉઠું..
ના લાલી પાવડરના ચસકા મને,
તારા છુંદણાના શણગારે શોભી ઉઠું..
હું અફાટ રણ….
ના કોઈ ઝગમગાટની આદત મને
તારલિયાને ચમકારે હું હસી ઉઠું..
ના ઢોલ નગારાંની ચાહત મને
પવનનાં સુસવાટે હું ગાઈ ઉઠું…
હું અફાટ રણ….
– રેખા પટેલ (વિનોદીની)
Leave a Reply