લજ્જા ત્યજી એક વાત, કહ્યા વિના કેમ રહું!
થવા લાગી ચિંતા, અનહદ આનંદનું શું કરું?
આવી રીતિ સારી નથી, પરિણામનું શું કહું!
એક મન કરે વિદ્રોહ, બીજાની હું હામી ભરું.
જરા લહેરખી સંતાપની, ઉર ઉર ઝાળ ભરે,
પળવારનાં વિરહને ના હર્ષ કરી સહન કરું!
વધતા સ્નેહસાગર તણા હિલોળા રોકાય ના,
ભરતી ઓટની વિકટતા લલાટે શું કામ લખું.
જીવનનો વિનોદ બધો વિનોદમાં ભળી ગયો,
એ આકાર હું પ્રતિબિંબ, આથી વધુ શું લખું.
– રેખા પટેલ (વિનોદિની )
Leave a Reply