ચોતરફ અધધ છતાં હું તો માંગતો રહ્યો.
હાથ જોડી કે હાથ ઉઠાવી યાચતો રહ્યો.
બહાર દૂર નજર ફેલાવતો, ઈચ્છતો બધું
અંતરમાં ખજાનો ભર્યો એને ટાળતો રહ્યો.
પ્રેમ પ્રતિષ્ઠા પામવા હું ખુદ પ્રપંચો રચતો,
કરુણાનો સાગર, તારો પથ ભૂલતો રહ્યો.
હે ઈશ્વર તારી અઢળક કૃપા, જાણવા છતાં
માનતા ના બંધનમાં તને ખુદ બાંધતો રહ્યો.
તારી દયા કરુણા આટલી બધી જીરવી શકું
આપજે શક્તિ બસ આટલું હું ચાહતો રહ્યો.
– રેખા પટેલ
Leave a Reply