બંધ દરવાજા કરો, તડકાના પથ્થર વાગશે,
ચામડીના વસ્ત્ર પર સૂરજના ખંજર વાગશે.
માંગના ખેતર મહી, પ્રશ્નોના વ્રુક્ષો ઊગશે,
જાગશો નહિ તો અહીં નેતાના ઉત્તર વાગશે.
દોસ્ત, ધીમેથી કદમ મૂકો હવાની રાહમાં,
ઝાંઝવાની દોડમાં નિંદાના નસ્તર વાગશે.
કાલ આ માયા નગર છોડી જવું પડશે તને,
એટલે રાહગીરને હાથોના અવસર વાગશે.
કોઇ’ મા ‘ એવું કહી સૂવડાવશે નહીં બાળને,
તું જરા રડશે તો ઘર આવીને ગબ્બર વાગશે.
પાંચ માણસ જેટલાફૂલોના હારો પહેર પણ,
કાલ એકેક ફૂલના શમણાનાઅજગર વાગશે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply