સાચવે ગમતું સહુ પોતાનું બની ચોકીદાર અહી
જાળવે બાળને મા જતનથી થઈ ચોકીદાર તહી.
કોઈને વહાલી દૌલત, કોઈ યૌવનને પ્રેમ કરે,
પ્રેમ સાચવે પ્રેમીને એ પળપળ ચોકીદાર રહી.
ગમતી વસ્તુ સાચવે સહુ જે જેવી જરૂરીયાત,
રાજા હોય કે લુંટારો, રાખે બેવ ચોકીદાર અહી.
કોઈ ભાડુતી ચોકીદાર, કોઈને રક્ષા કરવી ભેખ,
સમય આવે જીવ પાથરે, સાચો ચોકીદાર જઈ.
સત્ય અસત્ય બેવ કરે એકબીજાને બાથંબાથ,
રાખે અંતરંગમાં ત્રાસી નજર છુપા ચોકીદાર થઇ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply