છુપાવી સ્મૃતિઓ જ્યાં તારો સ્પર્શ અકબંધ છે,
શ્વાસોની સઘળી આવનજાવન હજુ ક્રમબંધ છે
બંધ ડાબલી નું હૈયું ઉપરથી ચામડા નું બંધ છે,
અંદર ઝાખાપાખાં અજવાળા જુઓ રજામંદ છે
કીકીઓ મહી તમારી તો લાગે બધુય અંગત છે,
મારો અરીસો જાતે મારી સમજણનું ફરજંદ છે
શૂન્ય માંથી સર્જન કરું એ ગણિત અઠંગ છે,
ભરેલી સભામાં જઈ એકલા થવું એ પ્રેમાંઘ છે
તરસ ભવ આખા ની સામે મહાસાગર લંપટ છે,
ક્યા લગી રહું તરસે ઝાકળનાં ટીપાં હારબંધ છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply