છેવટ હું પાગલ ઠરીશ મને એની ક્યાં હતી ખબર
જે ડાળ ઉપર બેઠો હતો એને તોડીશ નહોતી ખબર.
સમજણની કેડીએ ચાલતો આરંભથી હું આજ લગી,
વિસામા પહેલા ખોવાઈ ગઈ, એની નથી જડતી ખબર.
સીંચ્યા કર્યા લાગણીના ફૂલો બધા, લોહીનું પાણી કરી
સુકાઈ ગઈ એ આંસુથી, પ્રતીક્ષાની ટળવળતી ખબર.
જીવનભરની વાત છે, ઘટના કહેશો તો કેમ ચાલશે
બે પળના સહેવાસમાં જીવી ગયાની મળતી ખબર.
હવા પગલાં ભલેના સાચવે, મહેકનું વહાણ મોકલે છે.
અંધારે એ અણસારથી શ્વાસોની ખળભળતી ખબર
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply