હવાઓના રૂખને બદલતા રહો,
સમજદાર છો, તો સમજતા રહો.
હ્રદયના દરદને સમજતા રહો,
પલળ્યા વગર પણ પલળતા રહો.
હવે રાત પડખું ફરે છે જુઓ,
કદી ઘર ત્યજીને નીકળતા રહો.
નવા મૂડ સૌ, ચાંદ સૂરજ ગણે,
તમે કામ એવા જ કરતા રહો.
તરસ દોડી આવે અને શ્વાંસ લે,
પરબ થઇ હે, વાદળ વરસતા રહો.
જરા સ્પર્શ કરતાં બની જાય હેમ,
તમે એમ ‘સિદ્દીક’ સુધરતા રહો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply