ચાંદ આકાશે પીછો કરે છે
જોઈ રૂપાળી આભે ઝરે છે
એકલી જાણી મુને સતાવે
રોજ રાતે એ ફેરા ફરે છે
જો ઈશારો નીહાળે રવી નો
કેટલો રીષે પાછો સરે છે
પૂનમે લાગે આખો મઝાનો
બીજ માં એ ડોકાઈ મરે છે
થાર ભરી જો ચાંદી વહેંચે
ને અમાસે અંધારે ચરે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply