ચમન ચમન દરાર છે,
ખરાબ કારોબાર છે.
હકારમાં. નકાર છે,
નકારમાં હકાર છે.
મને બતાવ દોસ્ત તું,
અમીર ક્યાં ઉદાર છે?
ચુનાવ એક નામ છે,
લડાઈ આરપાર છે.
મટી શકી ન નફરતો,
સડક સડક બહાર છે.
ન ડારશે ‘નિયમ’ તને,
ખુણે ખુણે બજાર છે.
પ્રમાણ – પત્ર કોઈ દે,
વફા બધે શિકાર છે.
ગઝલ સમજવા ‘દોસ્તો,
તબીબ ખુદ બિમાર છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply