ચાલને પ્રેમ કરી લઇએ…..આપણે પ્રેમ કરી જોઈએ.
એકમેકને બહુ જોયા,હવે દુનિયા જોઈ લઇએ,
જીતવા જેવું ઘણું છે જગમાં,
મન સહુના હરી લઇએ….ચાલને પ્રેમ કરી લઇએ.
આંખોમાં ડૂબી તરતા શીખ્યા, દુનિયા તરી જોઈએ,
ઝીલવા જેવું ઘણું છે જગમાં,
સુખ દુઃખ ઝીલી લઇએ ..ચાલને પ્રેમ કરી લઇએ.
આપમેલની વાત છોડી, થોડું વહેંચી જોઈએ,
આપવા જેવું ઘણું છે જગમાં,
હારી સઘળું જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.
આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ,
માનપાન જેવું ધણું છે જગમાં,
હૃદયને પ્રેમે જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.
આપણે પ્રેમ કરી જોઇએ…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply