ચાલ ફૂલો જેમ તું ને હું ખીલતાં જઇએ, મન મુકીને આજ રંગોથી રંગતા જઇએ
આ ચમેલી જેમ ચારે બાજુ મહેકીએ, એમ ખૂશ્બૂ જેમ ભેગા થઇ ઝૂલતાં જઇએ.
કેટલી યાદો જણસ જેવી સાચવી રાખી, બંધ મુઠ્ઠીમાં છુપાવી રેતી સરકતી હોય
છોડ દોડા દોડ સાથે મીલાવી હાથોને, આભનાં પંખી બની ઉંચે ઊડતાં જઇએ.
કોઇ દરિયો પણ તરસ્યો થઇને સતત ઉછળે, તો કદી રણ પણ ખુશીથી ચમકતું હોય
આંખમાં જીવન તણા સપનાઓ ભરી લઈયે, રાહ ચીંધી પથ ભૂલ્યાને ચાલતાં જઇએ
ઝંખઓનાં વનમા તું ને હું રોજ ભટકીને, જઈ પલળતા’તા સ્મરણનાં વરસાદમાં કેવા.
વાદળૉ વરસે એ રીતે ચાલો વરસતાં જઇ, ભેગુ મીઠૂં સ્મિત બેંઊનું વેરતાં જઇએ.
આગિયાની પાંખમા જામગરીને ચાંપી જો, રાતની આંખે ટશીયા ફૂટે સૂરજ જેવાં
આપણે તપતા સુરજને આપણો માનીને, ચાલ થોડી લાલ ઝરમરને ચૂમતાં જઇએ.
કેટલી પરછાઇ પગલા ભરતી સંતાતી હોય, જોઇ ખાલી ઓરડાનું એકાંત એ છટકે,
હાથ કેરી આરસીમાં એકમેક ને જોઈએ, આવ આજે એક બીજા મુખબિર થતાં જઇએ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply