ઢોલ ચારે તરફ પિટાવીને,
મેળ કર્યો લગન કરાવીને.
પૂર્ણ કીધી જવાબદારીને,
દીપ જાહેરમાં જલાવીને.
દોસ્ત,કજિયાનો અંત આવે છે,
દુશ્મનોથી મળી, મળાવીને.
એણે તમરા ઘણાય લલચાયા,
ખુશ્બુઓ ગાલ પર લગાવીને.
એજ સજ્જન હવે પ્રચારોમાં,
વૉટ માંગે છે, હદ વટાવીને.
આંખ ખુલ્લી છે ત્યાં સુધી દુનિયા,
શું કરૂં આ જગત વસાવીને?
જંગ જીતી શકાય નૈ’ ‘સિદ્દીક’,
પૌરા શોધી અને બતાવી છૈ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply