તરસ્તા’તા હવે નાહી રહ્યા છે,
ફળીના વાદળો ગાજી રહ્યા છે.
દયા વરસાવ ઓ ક્રુપાળુ ઈશ્વર!,
ઘડા, બેડાં વધુ ત્રાસી રહ્યા છે.
જરા બે બુંદથી કરતાં ઈશારો,
કિસાનો કામ પર લાગી રહ્યા છે.
ક્રુપા રૂપે કે કોઇ શ્રાપ રૂપે,
આ વાદળ કોના ઘર આવી રહ્યા છે.
ધુમાડાનું ગગન જોઇને “સિદ્દીક”,
ક્રુપા વરસાદની માંગી રહ્યા છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply