ચોર મસ્જિદ માંથી પૈસા લઇ ગયા,
ભાગ્યની કેવી આ ભીક્ષા લઇ ગયા
‘ મારી એ થઇ જાય ‘ એવી જંગમાં,
કાયમી, જીતીને પીડા લઇ ગયા.
ઘર બનાવીને વસાવ્યા જેમણે,
બાળકો ક્યાં આજ ઘરડા લઇ ગયા?
તાજનો ઈતિહાસ ત્યાં ખીલી ઉઠ્યો,
યોગીજી કદમોને આગ્રા લઇ ગયા.
યાદ આવ્યું ઘોડલાં છુટયા પછી,
આપણે બેકાર તાળા લઇ ગયા.
સાવ ખાટા ચાખીને ફેંકી દિધા,
બોર ‘ સિદ્દીક ‘કૉણ મીઠા લઇ ગયા ?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply