બોલકી આંખોના સમ
જેમાં મારો ચહેરો ડોકાય છે.
સામે અરીસો પણ શરમાય છે
જ્યારે કાજલની ઘાર તણાય છે,
ત્યારે કટારી હસીને ભોંકાય છે.
મહી પ્રેમનું મારણ ઉમેરાય છે
એ નશો મદિરા બની છલકાય છે
પાંપણ જ્યારે ભારથી લદાય છે
ત્યારે હૃદયે અંધકાર છવાય છે
બોલકી આંખોના સમ…..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply