આંધળો થઇ ને સતત લલચાઉં છું,
ચૂંટવા લઈ જાય ત્યાં દોરાઉ છું.
વર્ગ ખંડોમાં જ હું સર્જાઉ છું,
ને પછી મેદાનમાં ભજવાઉ છું.
હું જ ખુરશીને ઘડીને મોકલું,
ને પછી બન્ને સભામાં આઉ છું.
ભાર સીટોનો જરા કમ થાય તો,
રાજધાની જઇ ઘણો વેચાઉ છું.
પાસ કરવા બીલ કે અવરોધવા,
બન્ને ગ્રૂહોમા જ હું દેખાઉ છું.
હું મદારી ને સદા કરતો વફા,
દવ રૂપે જ્યાં જ્યાં કહે ફેલાઉ છું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply