ભૂલોને સ્વીકારું છું. . . !
અજવાળું વિસ્તારું છું. . . !
તર્કની દીવાલો તોડી,
તથ્યોને ઉગારું છું. . . !
પથ્થર સમજો કે ઇશ્વર,
હું શબ્દો અવતારું છું. . . !
બત્રીસ કોઠે દીવા થ્યા,
તારું હોવું ધારું છું. . . !
સૂરજ ઊગે કે ડૂબે,
સમભાવે સત્કારું છું. . . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply