ભીતરેથી રોજ માંજે છે મને
પ્રશ્ન જાણે ઝળહળાવે છે મને
એમ લાગે કે સતાવે છે મને
પણ, સમય તથ્યો બતાવે છે મને
કાલે જે બંધન સમી લાગી હતી
આજે એ રેખા ઉગારે છે મને
એટલે રાખું છું થોડી શૂન્યતા
કાન ફૂંકી એ જગાડે છે મને
ઝાંઝવા જોઉં છું કે માંડી પરબ
તું તરસ આપી તરાશે છે મને
હસ્તરેખાઓ ગઈ છે વિસ્તરી
જિંદગી બસ, એમ રાખે છે મને
આ ગઝલ અજવાળું થઈ ને અવતરી
એ ઋણાનુબંધ લાગે છે મને
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply