ભિંત ઘરની શાંભળે છે કાન દૈ.
જાંણવા મળ્યું કે ઘરની વાત ગૈ.
પાંચ વરસે એક નેતાએ કહ્યું,
આપને તકલીફ છે , હે ભાઈ કૈ ?
ઈશ્કનો દશમાંમાં રાખીને વિષય,
જીંદગી આ ટેસ્ટમાં નાપાસ થૈ.
જેટલી ચાદર વણી છે દોસ્ત તેં !
પગ જરા એથી વધુ વિસ્તાર નૈ.
હા, સફળતાઓ ડૂબીને ચાહશે,
ઘરથી નીકળો માના આશિર્વાદ લૈ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply