અંધારી રાતે
એક દિવા ના ટમટમાટે
મેં ભીંતને ખખડાવી
ને જબરી ચોંકાવી.
કાળું ડિબાંગ અંધારું
સફાળું જાગ્યું,
ગભરાઈને ભાગ્યું.
થોડી યાદો ટેરવે ઉતરી,
અને
આંગળીઓ ના સળવળાટે
ઓરા નીકળ્યાં,
માંડ્યા ભીંતે ચડવા.
એક દીવા ના અજવાશે
મેં ભીંતને જીવાડી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply