ભાર પૂર્વક શે’રમાં સચ્ચાઈ છે,
વાત કડવી લાગતાં પરખાઈ છે.
ન્યાય કયાં મળશે તડપતી લાશને,
ન્યાયની આંખોમાં શું બિનાઈ છે?
રેલ્વે, બસસ્ટોપ, મસ્જિદ, મંદિરે,
કોઇની પણ ‘માં’ મને દેખાઇ છે.
દુશ્મનોમાં દોસ્તો મળશે તને,
ભાઈનો આજે તો દુશ્મન ભાઇ છે.
આંધીઓએ બાથમાં લીધું વતન,
એક ફિલ્મી દાસ્તાં ચર્ચાઇ છે
ખૂબ જૂના થઈ ગયા આ દાગીના,
લાગણી, ઈન્સાનીયત, સચ્ચાઈ છે.
~ સિદ્દીક ભરૂચી
બિનાઈ: આંધળાપણું
Leave a Reply