ભડકી એક ચિનગારી અને વન આખું સળગી ઉઠ્યું,
ગહુક્યો મોરલો મઘરાતે ને મન સુનું ખળભળી ઉઠ્યું
જાણી કેમ શકાય, હસતાં ચહેરા પાછળની એ વ્યથા.
બે મીઠા વેણ સાંભળતાં, આંખોનું આભ છલકી ઉઠ્યું.
ચડતા સમયની સાથે ખુદ પડછાયો પણ વધઘટ કરે
પકડ જરાક ઢીલી થતાં, હથેળીમાંનું રણ દદડી ઉઠ્યું.
સુરજનું એક કીરણ પડે, ટીપું જળ હીરો થઈ તગતગે
ઘેરાયા જ્યાં પલભર વાદળ, છલ ચમકનું તતડી ઉઠયું
ઝંખાનાઓ તો બહુ મહોરે છે રોજ ખીલી વીખરાઈને,
સબંધોમાં, જોઈ પરપોટાની પોકળતા મન ઉબકી ઉઠ્યું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply