બેફિકર થઈ વાત સૌ અંગત કરી !
ક્યાં અમસ્તી ભીંત થી સંગત કરી !
ઓગળ્યા છે ભ્રમ અમાસી આખરે,
વાટ સમજણની મેં જ્યાં ઉન્નત કરી !
કલ્પના કાળી પડી ગઈ જોઈને,
એ હકીકત પી ને મેં ગમ્મત કરી !
સાચવી લેશે સમયને સંપ થી,
દર્દ-પીડાએ જુદી પંગત કરી !
ખીણના ખોળામાં પડખાં ફેરવી,
શાંત પડઘા થઈ ગયા રંગત કરી !
બેઉ હાથે વ્હેંચવા આ શબ્દ ની,
ચાર હાથે એકઠી સંપત કરી !
એક ગમતી સાંજને બપ્પોર થી –
ઘર મહીં મેં આવવા સંમત કરી !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply