ફૂલથી સૌંદર્યનુ લીધું કરજ,
ને, હ્દયના આભને કીધી અરજ.
કંટકો, ફૂલોની સોબતમાં રહ્યાં,
તો, ગઝલ લખવામાં પોષાઇ સમજ.
એટલે સમજી નહીં શક્યો ગઝલ,
એણે મૂકી દીધું છે ગીરવે મગજ.
દિલ વગર, આંખોથી મળતા લોક છે,
દોસ્તીમાં જે મિલાવે છે ગરજ.
થાય મોસમને ભલેને બળતરા,
આ સદીની છે હવાઓમાં મરજ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply