એટલી હિંમત કરો,
કોઇ દિન સાચું કહો.
એટલી ચિંતા કરો,
પગ સુધી ચાદર વણો.
દુશ્મની પુષ્કળ કરી,
દોસ્તી પાછળ પડો.
કોઈ અંધારું કરે,
આપ ત્યાં દિવો મૂકો.
સાગરો ડ્હોળ્યા હવે,
આપણી ભીતર જુઓ.
કંટકોમાં ફૂલ જેમ,
શોભતાં જગમાં રહો.
આજ છે’ સિદ્દીક’ સમય,
ફાંસલો રાખી મળો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply