લાગણીના દોરથી બંધાઈ જા,
રાખડીના પર્વમાં મ્હેકાઈ જા.
સર્વ પરીઓ પર રહે રક્શાની છત,
એ જ હેતુથી બધે સમજાઈ જા.
લીલી સુકીમા ઉઠાવે શીશ ગમ,
એ સમય તુ જાતમાં રોપાઈ જા.
બ્હેન આશિર્વાદ દે આ તાતણે,
ના કહે કોઈ મને બદલાઈ જા,
આ દિવસનો એજ સિદ્દીક અર્થ છે,
હર કળીના ખ્વાબમા શોભાઈ જા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply