ખુદ્દને મળી શકો, બને એવા બનાવ પણ. .
તૈયારી રાખવી પડે, લેવાની દાવ પણ !
આવે છે ક્યાં સપાટી ઉપર, સત્વ એમનેમ,
બસ, રાખવાનો હોયછે, થોડો તનાવ પણ !
એવું થવાની શક્યતા તો સો ટકાની છે,
સારપને પોષતો હશે, ‘હું’ નો પ્રભાવ પણ !
ધાર્યું કદાચ પાર તમે પાડતા હશો,
પણ. . ધારવાથી થાયછે, ક્યાંયે લગાવ પણ ?
સંબંધમાં વલણ હશે, જો વેલ જેવું તો –
સહેલાઈથી ચડી શકો, કપરા ચડાવ પણ !
અહિં સાંજ ને સવારની, સરખી છે આરતી,
એ રીતથી સમયની જુઓ આવ-જાવ પણ !
‘તું આવશે’ ની રાહ મેં તો એમ જોઈ કે-
આ જિંદગીનો થઈ ગયો, નોખો ઉઠાવ પણ !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply