બાગનો એક ખાલી ખુણો હોય ને!
આપણી વચ્ચે મીઠુ ઍકાંત હોય..
એક મેકમાં ભળી શકીએ એવા
એ લટક મટક કરતા સંવાંદ હોય.
આંખ સામે તરતા પ્રસંગો હોય ને!
બેઉની આંખોમાં પ્રેમ પ્રગાઢ હોય
એક મેકને અડી લઇએ એવા
હવાને ચીરતાં અનેરા સાદ હોય.
અધૂરી રહી ગયેલી વાત હોય ને!
કહેવા માટે મન બેઉનું અશાંત હોય
એક મેકને સંભળાવી દઈએ એવા
એ શબ્દોમાં ગમતી દાદ હોય.
કોઈ મખમલી કવિતા પાસ હોય ને !
છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય
એક મેકને રૂબરૂ રહીએ એવા
એ પ્યાસ પૂરી કરવાનાં વાદ હોય.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply