અતિ ડી.જે. વગાડીને નવું એક ઘર વસાવો છો,
ગજબ, આંસુના હાથોથી તમે થાપણ સ્વિકારો છો.
મહોબ્બતની સીમાઓ પર તમારૂ નામ ગુંજે છે,
કરીને બેવફાઈ ઈશ્કનું શું દામ માંગો છો?
સફાઈ, નોટબંધી, યોજના, જી.એસ.ટી, રસ્તા,
નવા ભારતના ઘડવૈયા ! તમે શું શું સજાવો છો!
ઉતારે છે બદનથી થાક, વિસામો લે છે ઘર સમજી,
બધી આ હોટલો છે રાહદારી, જેને વાઢો છો.
ફકત આ પાંચ ફૂટની કબ્રમાં સુવાનુ છે ‘ સિદ્દીક’,
સિયાસત, દુશ્મની, જંગ, માલ મિલ્કત કાં વસાવો છો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply