બાર વાગે કાલ આઝાદી મળી,
આજ લાગે છે અમર્યાદી મળી.
આજ પણ અંગ્રેજીયત હારી નથી,
જૂજ કો’ વિસ્તારમાં ખાદી મળી.
એક દિકરી-બેવફાના ગમ રૂપે,
ત્યારથી આંખોય વરસાદી મળી.
આઝાદીના અર્થથી ગુમરાહ થયા,
જેમ સમ્જ્યા તેમ બરબાદી મળી.
વારસામાં એક ઘર એવું હતું,
જે હતી મિલ્કત એ વિવાદી મળી.
એ સિયાસતમાંથી જીત્યા ખુરશીઓ,
ને ગઝલથી અમને તો ગાદી મળી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply