અશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા,
ગામમાં એ ‘સા’બ’ મોટા થઇ ગયા.
ખુદ ખુદા થઇને, ખુદા ભૂલી ગયા,
કોરોના મૂકી તો સીધા થઇ ગયા.
કાલ લાલચને પગે પડતાં હતા,
કૉણ જાણે કેમ મોંઘા થઇ ગયા
મારા જૂના ઘરને વાપરતા સંબંધ,
હું ગયો તો સૌને વાંધા થઇ ગયા.
ઘરના સૌ જોખીને હસ્તા’તાં હવે,
પારણું બંધાતા ગાંડા થઇ ગયા.
એમ નવા અસ્તિત્વમાં આવ્યા ઘરો,
કંઈ હ્રદયના હાથ પીળા થઇ ગયા.
બાળને એ ચાંદ લઇ આપવું પડ્યું,
વ્હાલના દરિયાઓ આડા થઇ ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply