અહી દરેક એક શબ્દે અર્થ ઘટતા જુદા છે
માનવ મનના સ્વભાવ મળતાં જુદા છે.
સહુ મૃગજળની પ્યાસમાં ભટક્યા કરે છે
ઉન્માદ માટે બહાનાં ટળવળતા જુદા છે.
આકાશી ગોખમાં ચમકતા તારા સુરજ ચાંદ
એકજ કુખનાં તોય રુપ જડતાં જુદા છે.
આભેથી નીતર્યા જળ એક સરખી મીઠાશે
દરિયા અને સરોવરમાં નીર વહેતાં જુદા છે.
જન્મતો દરેક જીવને મળે છે માના પેટે થી
શરીર છોડી આત્માનાં ગમન થતાં જુદા છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply