ન રકતનું હલન-ચલન ન શ્વાસની અવર-જવર,
ન એમનાં સગડ કશાં ન એમની ખબર-બબર.
હદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે બધું જ છે લઘર-વઘર.
ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.
ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાયે સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?
ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કૈં રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?
– અનિલ ચાવડા
Leave a Reply