કાંઠેથી આગ ઝરતાં ચોપાસ બાણ ચાલે,
ઉપરથી જળમાં સ્હેજે આગળ ન વ્હાણ ચાલે.
ફકરો તો ઠીક કોઈ પંક્તિ ય સાંભળે નૈં,
અહીંયા બધાના મુખમાં ખુદનું પુરાણ ચાલે.
છે બીજ એની પાસે, ખાતર છે મારી પાસે;
અમથા ન એના મોઢે મારાં વખાણ ચાલે.
છે જિંદગીની બસનું ખૂબ જ લબાડખાતું,
ત્યારે મળે ન, જ્યારે બહુ ખેંચતાણ ચાલે.
મુત્યુ ય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે,
આ બાજુ પેન ચાલે, એ બાજુ પ્રાણ ચાલે.
– અનિલ ચાવડા
Leave a Reply