તોડી શકો તો તોડો મૃત્યુના ધાડપાડું,
માર્યું છે શ્વાસ ઉપર જડબેસલાક તાળું.
મારામાં કોક આવી પ્રગટે દીવાની માફક,
અડધું રહે છે ઝળહળ, અડધું રહે છે ઝાંખું!
કામો ઘણાંય કરવા જેવાં મૂકીને પડતાં,
માણસ બનાવતો કાં તલવાર, બોમ્બ, ચાકું?
દુ:ખની કરું જો વાત તો એમાં તો એવું છે કે-
અડધો ગયો હું સામો, અડધું એ આવ્યું સામું.
અસ્તિત્વ પર થયાં છે છિદ્રો ઘણાંય મિત્રો,
આગળ જતાં બને કે થઈ વાંસળી હું વાગું.
– અનિલ ચાવડા
Leave a Reply